હરિ વંદના
હરિ વંદના

આપણે બધા જાણીયે છીએ કે પૂજય શાસ્ત્રી હરિપ્રકાશદાસજીસ્વામી આજે ગુજરાત અને દેશ ભરમાં અને વિદેશમાં પણ માણસો જ્યાં ભયભીત છે માણસો જ્યાં ઉદાસીન છે, માણસો જ્યાં ચિંતામાં છે એના પ્રશ્રનો અહીંયા બેઠા બેઠા દાદાની ભક્તિરૂપી સંકલ્પ આપીને પૂર્ણ કરી રહ્યા છે અને એનો સૌને ક્યાંક ને ક્યાંક નાનો – મોટો અનુભવ થતો હોય છે.
-પ.પૂ.સુખદેવપ્રસાદદાસજી સ્વામી
આવા ધાર્મિક આયોજનોમાં હજારો લાખો યુવાનોના હૃદય પરિવર્તન કરવા માટે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી સ્વામીની વાણીમાં સ્વયં હનુમાનજી મહારાજ બોલતા હોય એવી અનુભૂતિ આપણે સૌને થઇ રહી છે. કારણકે આપણા આ પાંચ-સાત દિવસના પ્રસંગમાં હજારો યુવાનોએ વ્યસન મુક્યા છે. તમાકુ, માવા, બીડી આદિકના વ્યસનો છોડ્યા છે. પોતે સ્વસ્થ જીવન જીવવા માટે સંકલ્પ લઈને ચાલી રહ્યા છે.
-પ.પૂ.સુખદેવપ્રસાદદાસજી સ્વામી
આ સાળંગપુર દરબાર ની અંદર સતત માગ્દર્શન અને પ્રોત્સાહિત કરી અને અમારા આ વિવેક સ્વામી , ડી. કે સ્વામીને હાર હંમેશ તાજામાજા અને પ્રોત્સાહિત કરતા રહેતા અને માગ્દર્શન આપતા એવા અમારા પરમ પૂજનીય શ્રી હરિપ્રકાશ શાસ્ત્રી સ્વામીજી જેઓને વિકાસ પુરુષ કેવું પણ શબ્દ નાના પડે એવા અને મેં આગળ પણ કીધું હતું કે શાસ્ત્રી મહારાજ કે 2bhk બનાવો હોય ને તો પણ છાતીના પાટિયા કયારેક ક્યારેક ખેંચવા માંડે એની બદલે 1200 રૂમનો મહેલ, આ ભોજનાલય, આ કિંગ ઓફ સાળંગપુર આ બધું લેન્ડસકપિંગ શું વખાણ કરીયે.એટલે શ્રી હરિપ્રકાશ શાસ્ત્રી સ્વામીજીનું નામ વિકાસ પુરુષ પણ નાનું પડે.
-પ.પૂ.શ્રી કે.પી.સ્વામી
યુવા શક્તિની અંતર ચેતનાને જાગૃત કરી સંસ્કાર, ભક્તિ, સદાચાર, સદ્દભાવ, એને જાગૃત કરી અને સૌને એક દિવ્ય જીવનની રાહ આપનાર જીવન જીવવાની અદભુત કળા શીખવનાર વ્યાસપીઠાસીહ પરમ પૂજનીય વંદનીય શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામીને કોટી વંદન છે. ખુબ ખુબ અભિનંદન છે પૂર્ણ વિશ્વાસની સાથે કહી શકીએ કે આખા વિશ્વમાં હનુમાનજીના અનેક અનેક દિવ્ય સ્થાનો છે. પણ સાળંગપુરમાં કષ્ટભંજનદેવની સેવા જેવી થતી હશે જેવા શણગાર, જેવા ભોગ, જેવો ભાવ, જેવી ભક્તિ, જેવી નિષ્ઠા આપણે જોઈએ છીએ એવી આખા વિશ્વમાં ક્યાંય જોવા નઈ મળે.
-પ.પૂ.મનીષભાઈજી મહારાજ
હરિપ્રકાશસ્વામીજી સીવાય હનુમાનચાલીસાનો આવો શ્રેષ્ઠ વક્તા મેં હજુ ગુજરાતમાં જોયો નથી. આજની પેઢી સ્વામિનારાયણના સંતોની જેમ સમાજ સેવા માટે લાગી જાય, રાષ્ટ્રને સમર્પિત થાય, ત્યાગની ભાવના કેળવાય. તો હું માનુ છુ આજે યુવા સમિતિનો પુરુષાર્થ ચરિતાર થશે.
-પ.પૂ.શ્રી પરમાત્માનંદજી સ્વામી
હનુમાનચાલીસાની કથાઓ કદાચ તમે ઘણી સાંભળી હશે પણ હરિપ્રકાશસ્વામીના મુખેથી કથા સાંભળવી એ એક જીવનનો લાવો છે. પૂજ્ય સ્વામીજીએ હનુમાનચાલીસાના માધ્યમે એણે અનેક યુવાનોને વ્યસનથી મુક્ત કર્યા છે, અને અનેક યુવાનોને દારૂ છોડાવ્યા છે, અને અનેક યુવાનો કે જેનો ખોરાક માસનો હતો એને માંસાહારથી મુક્ત કર્યા છે. અને આજે રાજકોટમાં જયારે આ યુવા કથા થઇ છે એમની પાછળનો હેતુ એજ કે આજનું યુવા ધન એમાં પુષ્કળ પ્રમાણમાં વિપુલ પ્રમાણમાં શક્તિઓ છે, અને એ શક્તિ ડાવર્ટ ન થાય, એ શક્તિ એના ધર્મમાં વપરાય, એ શક્તિ એના કર્મમાં વપરાય,એ દેશ ભક્તિ માટે વપરાય, સમાજના ઉસ્થાન માટે વપરાય, એના માટે આજે જરૂર હોય તો હરિપ્રકાશસ્વામી દ્વારા થતી આવી યુવા કથાઓની જરૂર છે.
-પ.પૂ.શાસ્ત્રી સ્વામી રાધારમનદાસજી
જેમની વાણી ભાવથી ભરેલી છે, મધુર છે, મીઠી છે, અને ઘણાજ ભક્તિ ભાવથી શ્રી હનુમાનચાલીસાની કથા કરે છે. હનુમાનચાલીસાની અને હનુમાનચરિત્રની કથા તો બધા ઘણા કરતા હોય છે. પણ હરિપ્રકાશ કથા કરે તો હજારો લાખો એને સાંભળવાને માટે કેમ ભેગા થાય છે. આનો ક્યારેય વિચાર કર્યો ? આનું શુ કારણ છે ? આનું એકજ કારણ છે, કે અથાણાવાળા સ્વામીનું મંડળ એ સાળંગપુરમાં આવનારા ભક્તોને ખુબ વહાલથી સન્માને છે, ખુબ વહાલથી બોલાવે છે, ખુબ વ્હાલ કરે છે. અને એટલે હનુમાનજી મહારાજ ખુશ છે.અંતે એટલું જ કહીશ કે હરિપ્રકાશસ્વામી બહુ નિર્માણી છે.
-પ.પૂ.શ્રી દેવનંદન સ્વામી
હનુમાનજી મહારાજની કથા અને એના વક્તા પદે તમે પૂજ્ય શાસ્ત્રીસ્વામી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામીને લાવ્યા તમને મારા લાખો લાખો કોટી કોટી અભિનંદન છે.
-પ.પૂ.શાસ્ત્રી સ્વામી રાધારમનદાસજીfinal text block on the page
૧૮ મી સદીમાં ભારતવર્ષે ચાર મહાન ધર્માચાર્યો પ્રગટ્યા. સહજાનંદ સ્વામી પછી ઈ.સ. ૧૮૩૦ માં રામમોહનરાયે બ્રહ્મસમાજ સ્થાપ્યો. ઈ.સ. ૧૮૦૫-૬૦ માં રામકૃષ્ણ પરમહંસ થયા અને ૧૮૫૭માં દયાનંદ સરસ્વતી. આ ચારેયમાં સર્વથી અધિક વિજયસિધ્ધિ કોણે સાધી ગણાય ? ઈતિહાસના અક્ષરો ચોખ્ખા અને ઉઘાડા છે. દોડતાંયે વંચાય એવડા પ્રચંડ અને ભવ્ય છે.
– કવિ ન્હાનાલાલઅખિલ ભારતીય સત્સંગ પરિષદ, પ્રમુખપદેથી, તા. ૧૧-૪-૬૮
સામાજિક શુચિતા એ કાળે અનેક જાતના વાસપંજાઓ, હિંસકયજ્ઞો ને વેદાંતની તર્કજાળને લીધે લોપાતી હતી. તેનો જીવના જોખમે શ્રીજીમહારાજે ને તેમના મંડળે ઉદ્ધાર કર્યો.
-મનુભાઈ પંચોળી 'દર્શક'
શ્રી સ્વામિનારાયણે નવયુગના પ્રભાતસૂર્યનો પ્રકાશ પાથરવાનું ગુજરાતમાં અવતાર-કાર્ય કરેલું છે. આધુનિક ગુજરાતના એ પહેલા જયોતિર્ધર.
-ઈશ્વર પેટલીકર
સં. ૧૮૮૧ ના મહા માસમાં શ્રીજી મહારાજ અમદાવાદમાં પધાર્યા. જસ્કીન સાહેબે શ્રીજી મહારાજને પોતાના બંગલે પધરાવ્યા. સાહેબે શ્રીહરિને હાથ ઝાલીને પોતાની ખુરશીએ બેસાર્યા ને પોતે સામે નીચે બેઠા. સાહેબ પોતાની ટોપી ઉતારી પગે લાગ્યાં, ને બોલ્યા “હે પ્રભો ! આપ શહેરમાં પધાર્યા તેથી અમે ખુશી થયા છીએ. આજે પુત્રને સારે માર્ગે ચલાવવો કઠણ છે તો આ તો કળીકાળમાં હજારો નરનારી આપના શિષ્યો સદાચારમાં પ્રવર્તે છે. જગતમાં પંડિતો, સંતો, ગુરુઓ ઘણા છે, પણ કોઈનામાં આવું ધર્મનું તેજ નથી.
-પ્રવર્તમાન અંગ્રેજ ગવર્નર જસ્કીન સાહેબ
પોતાના પ્રકાશથી અનેકના હૃદયોને પ્રકાશ પમાડનારા, અનેકના ચિત્તનું આકર્ષણ કરી તેમને ગુરુવચને ચૂરેચૂરા થઈ જાય એવા સ્વવશ કરી મૂકનાર, અનેકની ચૌર્યવૃત્તિને ચોરી લેનાર, લુપ્ત થયેલા બ્રહ્મચર્યાશ્રમને પુનઃસ્થાપનાર, નિરંકુશ અને સ્વછંદી બનેલા ત્યાગાશ્રમને ઉજ્જવલ કરનાર પતિત થયેલા ગુરુઓ અને આચાર્યો માટે સંયમનો આદર્શ બેસાડનાર, સ્ત્રીઓને સમાજ તથા સંપ્રદાયમાં ચોક્કસ સ્થાન આપી એમની ઉન્નતિ કરનાર, અહિંદુઓને હિંદુ જાતિમાં સામેલ કરનાર, શૂદ્રોને આચારશુદ્ધિ શીખવનાર, સાહિત્ય-સંગીતકલાના પોષક, અહિંસામય યજ્ઞના પ્રવર્તક, ક્ષમાધર્મના ઉપદેશક, શૌચ અને સદાચારના સંસ્થાપક, શુદ્ધ ભક્તિમાર્ગ અને શુદ્ધ જ્ઞાનમાર્ગના ચાલક, ભાગવત-ધર્મના શિક્ષક તથા વ્યાસસિદ્ધાંતોના બોધક એવા સહજાનંદ સ્વામી હતા.
– કિશોરલાલ મશરૂવાલા
સ્વામી સહજાનંદનું જીવન એક ચમત્કાર જેવું લાગે પરંતુ વિગતમાં ઊતરતાં જણાય કે, શ્રીજી મહારાજ ચમત્કારને પ્રોત્સાહન આપતા ન હતા. ગમે તે માણસની ભીડ ભાંગવા એ સહેદે દોડી ગયા હોય એવા પ્રસંગોમાં માનવભાવ જોવામાં વધુ ઔચિત્ય છે. સંવત ૧૮૬૯ ના દુકાળમાં એમણે જે રાહતકાર્યો કર્યા. અન્ન અને ઉત્સાહ આપીને દીનદરિદ્રને જીવાડવા જે પુરુષાર્થ કર્યો એનું મહત્ત્વ દુકાળ પૂર્વે એમણે કરેલી આગાહી કરતા વધુ છે. માનવસેવાની આ ઉજ્જવળ પરંપરા આજે પણ ચાલુ છે.
– રઘુવીર ચૌધરી
વર્ષો પહેલા વર્ણીએ ગુજરાતમાં આગમન કર્યું, તે ન થયું હોત તો? આ સંતો અને તેમની કવિતા ગુજરાતને મળ્યાં હોત ખરાં? છેલ્લા પોણા બે શતકનું ગુજરાતનું ભક્તિજીવન, સંસ્કારજીવન ને સાહિત્ય તેમનું બેઉનું (મહારાજ અને પરમહંસોનું) ઋણી છે.
– કિશોરલાલ મશરૂવાલા
શ્રી સ્વામિનારાયણે લાગલગાટ ૩૦ વર્ષ, એ કાળનો સર્વક્ષેત્રનો અંધકાર ઉલેચાય તેટલો ઉલેચીને પ્રકાશ પાથરવા સતત ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં પરિભ્રમણ કર્યે રાખ્યું હતું.
– અનંતરાય રાવળ
(સ્વામિનારાયણે) ભારે જહેમત વેઠીને, ભારે સાહસ કરીને, ભારે સંકટો વેઠીને અને પોતાની પરમહંસ મંડળીને પણ દુઃખ વેઠતી જોઈને હંમેશ ક્રોધ કર્યા વગર, અહિંસાત્મક રીતે કોમળતાથી અને કોમળ ભાવોનું જતન કરીને તેમણે એક વાતાવરણ સજ્યું.
– યશવંત શુક્લ
શ્રીજીએ પ્રવર્તાવેલા ધર્મમાર્ગની લાક્ષણિકતા શી લેખાય ? એ ધર્મમાર્ગ છે આચાર-સ્વચ્છતાનો, વિચાર-સ્વચ્છતાનો, વિધિ-સ્વચ્છતાનો, વ્યવહાર-સ્વચ્છતાનો, આન્તર-સ્વચ્છતાનો, સર્વદેશીય અન્તર્બહિર-સ્વચ્છતાનો. તેથી જસ્ટિસ રાનડે શ્રીજી મહારાજને લાસ્ટ ઓફ ધ ઓલ્ડ હિંદુ રીફોર્મર કહેતા. ભાંગ, ગાંજો, તમાકુ ત્યજાવી શ્રીજીએ ગૃહસ્થનાં જીવનને નિર્માદક કીધાં, રંગેલાં તુંબડાં ફોડાવી શ્રીજીએ સંતોને નિર્મોહી કીધાં, બાઈ-ભાઈનાં દર્શન દ્વાર નિરનિરાળાં સ્થપાવી શ્રીજીએ દેવમંદિરને પવિત્ર કીધાં. ‘શિક્ષાપત્રી’ આપી વ્યવહારશુદ્ધ કીધાં, વચનામૃતો સંભળાવી જ્ઞાનશુદ્ધ કીધાં, પ્રેમભક્તિ વરસાવી અન્તરશુદ્ધ કીધાં. પર્વો, ઉત્સવો, સમૈયા ઉજવાવી જનતામાં ઉત્સાહ ઉભરાવ્યો. ભવ્ય મંદિરો, અહિંસાત્મક યજ્ઞો, વિશુદ્ધ પૂજાવિધાન, પારણાં, હિંડોળા, વસંતપંચમી, જન્માષ્ટમીના વૈષ્ણવી મહોત્સવો, જળઝીલણી ને રામનવમીના સમારંભો કરી જનતાને ઉમંગી કીધી. ભાવહીંડોળે હિંચકાવી પ્રજાને ઉત્સાહ પાયો, સંસાર સજીવન કીધો.
– કવિશ્રી ન્હાનાલાલપુસ્તક : કવીશ્વર દલપતરામ, ભાગ-૧શ્રીજી મહારાજનો સાંપ્રદાયિક દિગ્વિજય પણ એવો જ જયવંતો હતો. રાજા રામમોહનરાય, દયાનંદ સરસ્વતી, રામકૃષ્ણ પરમહંસ, વિવેકાનંદ, મેડમ બ્લાવેસ્ટકી વગેરે ભારતીય નવયુગના એ સૌ નવ સંપ્રદાય સંસ્થાપકો શ્રીજી મહારાજના અનુજો હતા.
– કવિ ન્હાનાલાલશ્રીજી મહારાજે માનસીપૂજાને શ્રેષ્ઠ ભાખી, કળીકાળમાં અહિંસક યજ્ઞો પ્રવર્તાવ્યા. મઠોમાં પાઠશાળાઓ સ્થાપી, મદ્યમાંસનો નિષેધ ઉચ્ચાર્યો. આચાર-શુદ્ધિ સદ્બોધીને સધાવી.
– કવિ ન્હાનાલાલ
તેમની (સ્વામિનારાયણની) શિક્ષાપત્રી પ્રમાણે સમાજ વર્તે તો દેશમાંથી પોલીસથાણાં તથા સર્વપ્રકારની કોર્ટો ઉઠાવી લેવી પડે. સ્વામી સહજાનંદ અને સ્વામિનારાયણ ધર્મના સાધુઓના પવિત્ર જીવનથી ગુજરાતમાં સંસ્કારની સૌરભ પ્રસરી અને ઘણા સામાન્ય તથા બિન-કેળવાયેલા માણસોનાં જીવન પશુકોટિમાંથી ઊંચા લાવીને તેમને સંસ્કારી બનાવવામાં આ ધર્મનો ફાળો મહત્વનો છે.
– સરદાર વલ્લભભાઈ પટેલસ્વામિનારાયણ સંપ્રદાયના મધ્યકાલીન કવિઓનું ગુજરાતી સાહિત્યમાં પ્રદાન
ગુજરાતના મહાન જ્યોતિર્ધરોમાં શ્રી સહજાનંદનું સ્થાન અગ્રસ્થાન છે. તેમના પ્રતાપથી ગુજરાતમાં અધમવર્ગનું અસ્તિત્વ જ રહેવા નહોતું પામ્યું. તેમણે અધર્મોનો સાચો ઉદ્ધાર કર્યો હતો.
-કનૈયાલાલ મુનશીસ્વામિનારાયણ સંપ્રદાયના મધ્યકાલીન કવિઓનું ગુજરાતી સાહિત્યમાં પ્રદાન
એમના (શ્રીહરિના) શબ્દો હૃદયને ભેદી નાખતા અને એ ભેદાતાં ચોર, ડાકુ, લૂંટારા, ખૂનીઓ પણ મહારાજના ચરણે પડી, સન્માર્ગે વળી જતા. પશુપંખીઓ પણ આ નિર્મોહી અને વિતરાગ સિદ્ધપુરુષના સંકલ્પના બળથી ખેંચાઈ આવતાં ને પ્રેમના અતૂટ જરાનાં નિર્મળ જળ પીને વશ થઈ જતાં. સહજાનંદજી સત્ય અને અહિંસાના અઠંગ હિમાયતી હતા. સ્વામીજીની શબ્દશક્તિ વેધક હતી. તેમની દૃષ્ટિમાં અલૌકિક પ્રભાવ હતો.
-યશોધર મહેતા (સાહિત્યકાર, ચિંતક)ગાંધીજી અને ભગવાન સ્વામિનારાયણ
સેંકડો નૈતિક બ્રહ્મચારીઓ, યોગીઓ, પરમહંસો, મહાપુરુષો, મીરાંબાઈ (વગેરે)ને ભૂલાવી દે તેવી બ્રહ્મચારિણી અને ગૃહસ્થાશ્રમી ભક્ત સ્ત્રીઓ, જનકની જોડમાં મૂકી શકાય તેવા અનેક ગૃહસ્થ હરિભક્તો, યાવજીવિત ધન—સ્ત્રીનો સદંતર ત્યાગ પાળતા ને સ્વામીની આજ્ઞા પ્રમાણે વર્તવામાં ખુશીથી ટૂક ટૂંક થઈ જાય તેવા વિરક્તજનો, તથા સર્વસ્વ અર્પણ કરવામાં સાર્થકતા માનતા સદ્ધર્મ પરાયણ હજારો શિષ્યોનો સમૂહ, એમણે ઘોર કલિના વાતાવરણને ભેદી નાખીને અહિંસા પરાયણ છતાં વીરતાભર્યા પ્રેમને સમાનતાના માર્ગમાં વિવેક પુરઃસર ખડો કરી દીધો હતો.
– ત્રિભોવન ગૌરીશંકર વ્યાસગાંધીજી અને ભગવાન સ્વામિનારાયણ
શ્રીજી મહારાજની સાદાઈભરી સદાચાર સ્થાપનાની પદ્ધતિ બરાબર ગૌતમબુદ્ધ જેવી હોઈ, સહજાનંદ સ્વામીને આ જમાનાના ગૌતમબુદ્ધ કહીએ તો કંઈ જ ખોટું નથી.
– નર્મદાશંકર મહેતાપુસ્તક : ધર્મતત્વ વિચાર
જે કાર્ય એક સહજાનંદે ગુજરાતમાં કર્યું. તે રાજદંડ ન કરી શક્યો, ને નહીં જ કરી શકે. તેમના તેજથી ડાકુ, ચોર વગેરે સીધા થઈ જતા.
– ગાંધીજીપુસ્તક : ગાંધીવાણી, મુંબઈ આકાશવાણી પરથી પ્રસારિત કથાનો સંગ્રહ
મહાગુજરાતમાં ત્રીસેક વર્ષના ધર્મચક્રના પ્રવર્તનરૂપે સાર્થકવંતુ ઠરાવતું સ્વામિનારાયણનું અવતારકૃત્ય જગત-ઈતિહાસે વિરલ છે. ગુજરાત-ઈતિહાસે અદ્વિતીય છે.
– વિજયરામ કલ્યાણરય વૈદ્ય
કેવળ એમના સંપ્રદાયનો વર્ગ જ તેમનો ઋણી છે એવું નહિ, પણ ગુજરાત આખું તેમનું (શ્રીહરિનું) ઋણી છે.
– સ્વામિનારાયણ સંપ્રદાય અને અદ્યતન હિંદુ ધર્મપ્રવાહ
છેવટે ગુજરાત સહજાનંદને યાદ કરશે તે સંત તરીકે નહિ, ધર્માચાર્ય તરીકે નહિ, સાહિત્ય પ્રેરક તરીકે નહિ… પણ લોકસેવક તરીકે એમણે ગુજરાતના પશુ જેવા માણસોને માણસો બનાવ્યા. તેટલા માટે સહજાનંદ સ્વામી ન હોત તો આપણે ગુજરાતને (ગરવી) કહીએ છીએ એવું ન હોત, ગુજરાતમાં જે સદાચાર છે, તેને સ્થાને એ જોવું ન ગમે એવું ગંદુ હોત… આજે જે ગુજરાતનું નામ સાંભળી, આપણું હૈયું ઉછળે છે તેને બદલે સહજાનંદ સ્વામી ન હોત તો ગુજરાતનું નામ સાંભળતા આપણને શરમના માર્યા નીચું જોવું પડત.
– ચંદ્રવદન મહેતા
સહજાનંદ સ્વામી કલ્યાણકારી કર્મવીર હતા. એમણે કોઈ સત્તાવાળા કે શ્રીમંતોની સહાય વિના પણ હજારો લોકોને ખોટે માર્ગેથી પાછા વાળીને સાચે માર્ગે દોર્યા. આ પ્રકારના માણસોનું મહત્વ એમના યુગ પૂરો થયા પછી જ દુનિયા સમજી શકે છે. રાજા રામમોહનરાય જેવાની ભવ્ય કારકિર્દી તત્કાલીન સમાજ પર મોટી છાપ પાડે છે. જ્યારે સહજાનંદને લોકો વધારે ને વધારે પૂજ્યભાવથી ને કૃતજ્ઞતાથી સંભારતા રહેશે. શિક્ષણના કોઈ વ્યાપક સાધન વિના અને જંગલી ગણાય એવા આચારોની સામે પણ વિવાદ ન કરતાં ફક્ત સદાચરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડીને સીધી સમજ દ્વારા એમણે લોકોને અનાચારમાંથી સાચા માર્ગે વાળ્યા. ગુજરાત આ માટે સ્વામી સહજાનંદજીનું સદા ઋણી રહેશે.
– હેન્રી જયોર્જ બ્રિગ્સપુસ્તક : ઓરિએન્ટલ રીસર્ચ
સ્વામિનારાયણમાં સુધારકનો જુસ્સો ન હોત તો એમના ગુરુ રામાનંદ સ્વામીને પગલે, એમના ઉત્તરાધિકારી તરીકે ઉદ્ધવ સંપ્રદાયનું સદ્ગુરુપદ સંભાળીને સંતોષ માન્યો હોત.
– ઈશ્વર પેટલીકર
વિભૂતિ પુરુષ સહજાનંદ સ્વામીનું પ્રાગટ્ય ગુજરાતને સારે નસીબે થયું હતું.
– અનંતરાય રાવળ
સ્વામિનારાયણના ઉપદેશો પાણીના વહેતા પ્રવાહ જેવા સ્વચ્છ ને નિર્મળ, બધાને ઉપયોગી થાય તેવા છે. ગમે તે જ્ઞાતિ છે કે ધર્મનો હોય પણ તેને સત્યનું દર્શન કરવા પ્રકાશની જરૂર હોય છે અને આવો દિવ્ય પ્રકાશ આપે તે જરૂર ભગવાન કે પયંગબર હોય.
– મહેંદીનવાઝ જંગ
પછાત કોમનું સ્તર ઊંચું બન્યું — ગુજરાતની વસ્તીના જે વર્ગમાં હજી સુધી કોઈ સંપ્રદાયે પ્રવેશ કર્યો ન હતો, તે વર્ગમાં આ નવો પંથ ચાલ્યો અને એ પંથની છાયામાં એ વર્ગ ઊંચો આવ્યો.
– દુર્ગાશંકર શાસ્ત્રીપુસ્તક : વૈષ્ણવ ધર્મનો સંક્ષિપ્ત ઈતિહાસ : સ્વામિનારાયણ સંતસાહિત્ય : ૩૨૯ | the words 'પછાત કોમનું સ્તર ઊંચું બન્યું' appear as a bold lead-in / mini-heading above this block
બ્રાહ્મણ, બહુશ્રુત વિદ્વાન, ચુસ્ત વૈષ્ણવ અને આદર્શ સંન્યાસી-સાધુ એવા આ સુધારકે (ભગવાન સ્વામિનારાયણે) પોતાનાં જીવન અને કાર્યથી ગુજરાતનાં સંસ્કાર ઘડતરમાં નવો પ્રકાશ પાથર્યો. આ રીતે તેમનાં આગમનથી જાણે એક અંતિમ ધાર્મિક યુગનો પ્રતિનિધિ ઓગણીસમી સદીનાં ઊંબરે આવીને ઊભો રહ્યો.
-કનૈયાલાલ મુનશીપુસ્તક : ગુજરાતની અસ્મિતા
શુદ્ધ હિંદુ ધર્મની ચુસ્ત પુનઃ સ્થાપના કરવા પૂરતી જ સહજાનંદસ્વામીની પ્રતિભા સીમિત ન રહેતાં, તે જમાનાનાં પ્રદૂષણો સામે અને સમગ્ર ગુજરાતમાં હજારો કમનસીબ માનવીઓ કે અત્યાર સુધી જેમની આજીવિકાનો આધાર અચોક્કસ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર હતો, તેમના ઉત્કર્ષ તરફ પણ દોરાઈ છે. વિશાળ ઝુંડોને તેમણે પ્રામાણિક અને ઉદ્ધમી જીવનના પંથે વાળ્યા છે.
– હેન્રી જયોર્જ બ્રિગ્સપુસ્તક : સીટીઝ ઓફ ગુજરાતસુધારક ચળવળના અગ્રણી દુર્ગારામ મહેતાજીએ હિંદુધર્મમાં સ્વામિનારાયણ સંપ્રદાયને સર્વશ્રેષ્ઠતાનું બિરુદ આપ્યું છે. ગુજરાતના ઈતિહાસમાં અદ્વિતીય ને વિપ્લવકારી, જાણીતા ન્યાયમૂર્તિ ગોવિંદ રાનડેએ સ્વામિનારાયણને મધ્યયુગના હિંદુધર્મના છેલ્લા સુધારક તરીકે ઓળખાવ્યા છે.
– બિશપ હેબરરાજારામમોહનરાય જેવા પ્રખર સમાજ સુધારક શ્રી સ્વામિનારાયણ ભગવાનના સમકાલીન હોવા છતાં એમનું નામ ભૂલાઈ રહ્યું છે, જ્યારે સ્વામિનારાયણનું નામ અત્યંત ઉજજવળ થતું જશે.
– બિશપ હેબરએમની ધાર્મિક અસર બળવત્તર થઈ એમની સામાજિક સુધારાની આ નખશિખ ઝૂંબેશથી કે જે એમણે ધાર્મિક શિક્ષણ માટે હોય એટલા જ અડગ નિર્ધારથી ઉઠાવી હતી. નૈતિક અને ધાર્મિક શિક્ષણનો ખાસ લાભ આપીને નબળા વર્ગો અને મહિલાઓની સ્થિતિમાં એમણે સુધારણા કરી.
– ફ્રાન્ઝવા મેલીસાપુસ્તક : લી સેકટ ક્રીસનેઈટ ડેસ સ્વામિનારાયણી અઉ ગુજરાત, જર્નરલ એશિયાટીક, પેજ : ૨૬૨
શ્રીસ્વામિનારાયણે મનુષ્યોના જીવનમાં પ્રકાશ પાથર્યો છે. સમાજમાં આધ્યાત્મિક ને નૈતિક ઉત્થાન લાવવામાં સ્વામિનારાયણનો મોટો ફાળો છે. તેમનો ઉપદેશ અત્યારના પીડિત જગત માટે ખૂબ લાભદાયી છે.
– એચ.એમ.પટેલ (નાણામંત્રી, ભારત સરકાર)ગાંધીજી અને ભગવાન સ્વામિનારાયણ : ૨૩
સ્વામિનારાયણ ભગવાનનો વ્યવહારુ સુધારો સર્વોત્તમ હતો — ભક્તિના સ્થળોમાં તેઓએ (સ્વામિનારાયણે) જે વ્યવહારુ સુધારા કર્યા. (સંપ્રદાયમાં) સ્ત્રી-ભક્તોનાં અલગ નિવાસસ્થાન હતાં, જેમાં ફક્ત સ્ત્રીઓ જ દાખલ થઈ શકે. તદુપરાંત તેઓએ સાંખ્યયોગી બાઈઓ, બાઈઓમાં પ્રચાર કરે એવી ગોઠવણ કરી આપી. આ કારણથી બ્રાહ્મણ, વાણિયા, સોની, કણબી, સુથાર, રજપૂત, લુહાર, સલાટ, ઘાંચી, ગોલા, કાઠી તથા કોળી વગેરે જ્ઞાતિમાંથી સહજાનંદ સ્વામીના ઘણા અનુયાયી હતા.
– ડૉ. એન. એ. થૂથીપુસ્તક : ધ વૈષ્ણવાઝ ઓફ ગુજરાત, પેજ : ૧૦૧ | the words 'સ્વામિનારાયણ ભગવાનનો વ્યવહારુ સુધારો સર્વોત્તમ હતો' appear as a bold lead-in / mini-heading above this block | CORRECTED: this slot previously held the 'સ્ત્રી કેળવણી' paragraph, which the live page attributes to એ.કે. મજમુદાર; verified verbatim from the rendered page by anchored range fetches
મહિલાની સ્થિતિમાં સુધારણા — એમની ધાર્મિક અસર બળવત્તર થઈ એમની સામાજિક સુધારાની આ નખશિખ ઝૂંબેશથી કે જે એમણે ધાર્મિક શિક્ષણ માટે હોય એટલા જ અડગ નિર્ધારથી ઉઠાવી હતી. નૈતિક અને ધાર્મિક શિક્ષણનો ખાસ લાભ આપીને નબળા વર્ગો અને મહિલાઓની સ્થિતિમાં એમણે સુધારણા કરી.
– ફ્રાન્ઝવા મેલીઝાપુસ્તક : લી સેકટ ક્રીસનેઈટ ડેસ સ્વામિનારાયણી અઉ ગુજરાત, જર્નરલ એસીએન્ટીક, પેજ : ૨૬૨ | the words 'મહિલાની સ્થિતિમાં સુધારણા' appear as a bold lead-in / mini-heading above this block | verified verbatim from the rendered page (anchored range fetch between the ડૉ. એન. એ. થૂથી and કૃષ્ણલાલ મો. ઝવેરી blocks) | NOTE: item 31 in this list ('– ફ્રાન્ઝવા મેલીસા', source note 'જર્નરલ એશિયાટીક') carries the same paragraph; repeated fetches located only ONE such block on the page, so those two entries may be a duplicate of the same block - item 31 left untouched pending review
શ્રીહરિ સ્ત્રી કેળવણીના હિમાયતી હતા — ભગવાન સ્વામિનારાયણના સમયથી જ આ સંપ્રદાયના સ્ત્રીપુરુષોના અક્ષરજ્ઞાનની ટકાવારી ઊંચી છે. સ્ત્રીઓની સભા તથા મંદિરો જુદા કરીને એમણે સ્ત્રીઓને અભ્યાસ ક્ષેત્રે દોરી. તેઓ સ્ત્રી-કેળવણીના હિમાયતી હતા.
– એ.કે. મજમુદારપુસ્તક : ભક્તિ રીનેઈસીએન્સીસ, પેજ : ૬૦ | the words 'શ્રીહરિ સ્ત્રી કેળવણીના હિમાયતી હતા' appear as a bold lead-in / mini-heading above this block | verified verbatim; the live page attributes this paragraph to એ.કે. મજમુદાર (it had previously been filed under ડૉ. એન. એ. થૂથી)
કોળી, ઠાકરડા, ભીલ જ્ઞાતિને ધર્મ પાળતા કર્યા — મહારાજે નાંદોલના વિપ્રોને બોલાવ્યા. તેમને કહ્યું : "અમારે અહીં બ્રાહ્મણોની ચોરાસી કરવી છે. તો આસપાસના ગામોના બ્રાહ્મણોમાં નોતરાં ફેરવવા છે." આ સાંભળી તેમણે કહ્યું : 'મહારાજ ! અમારી ન્યાતમાં હમણાં ઝઘડા ચાલે છે. એટલે ન્યાતના વરા બધા બંધ છે અને અમો કોઈ ક્યાંય જમવા જતા નથી." મહારાજે આ સાંભળી રહ્યા. ન્યાતના ઝઘડા મહારાજની ચોરાસી કરવાના સંકલ્પની આડે આવ્યા. આવી ક્ષુદ્ર સમજણવાળા બ્રાહ્મણોએ શ્રીજીમહારાજના સંકલ્પમાં ભળી ભક્તિ કરવાનો આવો અમૂલ્ય અવસર ખોયો. આ અવસરે આસપાસના કોળી, ઠાકરડા, ભીલ વગેરે બાળ, જુવાન ત્યાં આવ્યા હતા. સત્સંગનો તેમને રંગ ન હતો. પરંતુ લોકો મહારાજને ભગવાન કહે છે અને વળી આજ બ્રાહ્મણોને નોતરાં છે તેથી કાંઈક જમવાનું પણ મળશે એ ભાવથી તેઓ આવ્યા હતા. મહારાજે તેમને બધાને બોલાવ્યા અને કહ્યું: "તમે બધા આવ્યા છો તે આજે જમો ને અમારું વચન માનશો તો તમે પણ બ્રાહ્મણો જેવા થઈ જશો." સ્વામિનારાયણે વહેમોનું ખંડન પણ અતિ સફળતાપૂર્વક કર્યું. વળી હિંદુધર્મમાં અહિંદુ જાતિઓને સામિલ કરવામાં પણ સ્વામિનારાયણ પ્રથમ હતા. ગુજરાત-કાઠિયાવાડની શુદ્ધ જાતિઓની ધાર્મિક ઉન્નતિ કરનાર પણ સ્વામિનારાયણ પહેલા હતા. એમનો સુધારો ઉચ્ચ જાતિઓને હલકી જાતિઓ સાથે ભેળવી દઈ ઉચ્ચ જાતિમાં હલકા સંસ્કાર પાડવાનો નહતો. પણ નીચલી જાતિઓને ચડાવી એમનામાં ઉચ્ચ જાતિના સંસ્કાર પાડવાનો હતો.
– કિશોરલાલ મશરૂવાલાthe words 'કોળી, ઠાકરડા, ભીલ જ્ઞાતિને ધર્મ પાળતા કર્યા' appear as a bold lead-in / mini-heading above this block; the block runs over several paragraphs (joined here with spaces) and ends with the single attribution '– કિશોરલાલ મશરૂવાલા' | verified verbatim from the rendered page by an anchored range fetch; the page's own quote-mark usage is inconsistent and is reproduced as printed
આ ધર્મની વિશેષતા તો એ છે કે કાઠિયાવાડની કેટલીક તોફાની અને લૂંટફાટનો જ ધંધો કરનારી જાતિઓ એના ઉપદેશને પરિણામે પોતાનો ધંધો (ચોરી, લૂંટફાટ, ખૂન) છોડીને સુધારાની હારમાં આવી ગઈ છે.
– કૃષ્ણલાલ મો. ઝવેરીપુસ્તક : ગુજરાતી સાહિત્યના માર્ગસૂચક સ્તંભો
મહાશૂરવીર જોગીદાસ ખુમાણ પણ સ્વામીના શિષ્ય હતા. ભાવનગર દરબાર વજેસિંહ સાથે જોગીદાસ ખુમાણના બહારવટાનું સમાધાન કરાવનાર ગઢપુરના ધણી, સહજાનંદી સિંહ દાદા ખાચર જ હતા.
– પુસ્તક : ગાંધીજી અને ભગવાન સ્વામિનારાયણ
સંપ્રદાયે સામાજિક સુધારાના ક્ષેત્રમાં અદ્ભુત કાર્ય કર્યું હતું. એણે વર્ણભેદને અવગણ્યો, એ નિમ્ન વર્ણના લોકો પ્રત્યે સહાનુભૂતિપૂર્વક તથા માયાળુતાથી વર્યો, અને અત્યાર સુધી જે અધિકારોથી એમને વંચિત રખાયા હતા એ અધિકારો એણે તેમને આપ્યા.
-કે. કે. દત્તપુસ્તક : એ કોમ્પ્રિહેન્સીવ હીસ્ટ્રી ઓફ ઈન્ડિયા
સહજાનંદ સ્વામી ફક્ત સંપ્રદાયનું સંચાલન નહિ, પરંતુ લોકનું કલ્યાણ કરવા અવતર્યા હતા. જોશભેર આવી રહેલી પશ્ચિમની સભ્યતા કચ્છ, કાઠિયાવાડ ને ગુજરાતને આવરી લે તે પહેલાં તેમના જીવનને સ્થિર ને શક્તિમાન બનાવી ધર્મદુર્ગને સુરક્ષિત કરવાનું તેમનું કાર્ય હતું.
– ભગવત્ગોમંડલ
નિમ્ન જાતિઓમાં સંસ્કાર મૂલ્યો સિંચવાનું શ્રી સ્વામિનારાયણનું કાર્ય અદ્વિતીય હતું. નિમ્ન જાતિઓમાં ઉચ્ચ સાંસ્કૃતિક મૂલ્યો સિંચીને તેમને ઉપર ચઢાવવાનું કાર્ય, સહજાનંદ સ્વામીનાં સુધારાઓમાં કેન્દ્રસ્થાને હતું.
-ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઈતિહાસભો.જે. સંશોધન કેન્દ્ર, ઈ.સ. 1981
બ્રાહ્મણ, બહુશ્રુત વિદ્વાન, ચુસ્ત વૈષ્ણવ અને આદર્શ સંન્યાસી-સાધુ એવા આ સુધારકે (ભગવાન સ્વામિનારાયણે) પોતાનાં જીવન અને કાર્યથી ગુજરાતનાં સંસ્કાર ઘડતરમાં નવો પ્રકાશ પાથર્યો. આ રીતે તેમનાં આગમનથી જાણે એક અંતિમ ધાર્મિક યુગનો પ્રતિનિધિ ઓગણીસમી સદીનાં ઊંબરે આવીને ઊભો રહ્યો.
-કનૈયાલાલ મુનશી (પ્રખર વિદ્વાન અને મહાન રાજનીતિજ્ઞ)
સ્વામિનારાયણને ઘણી વખત પરંપરાગત હિન્દુવાદનાં છેલ્લાં સંત ગણવામાં આવે છે. છતાં નવ્ય હિન્દુવાદની ઘણી લાક્ષણિકતાઓ તેમનામાં જોવા મળે છે. આ સંપ્રદાયને હિંદુ સમાજમાં સુધારાનો પ્રથમ પ્રયાસ કહી શકાય. આ સુધારાએ નીચલાં વર્ગનાં અને મહિલા અનુયાયીઓનાં ઉત્કર્ષનું મહાન કાર્ય કર્યું છે.
– ફ્રાન્ઝવાં મેલીસાં (ફ્રેન્ચ વિદુષી, ઈ.સ. 1974)
તેઓએ (ભગવાન સ્વામિનારાયણે) ગુજરાત–કાઠિયાવાડની વંચિત જાતિઓ પાસે મદ્યમાંસનો ત્યાગ કરાવી, હિંસાનો પણ ત્યાગ કરાવી, નાહવા ધોવાનો આચાર શીખવી તેઓનો ઉદ્ધાર કર્યો એ મોટું કામ કર્યું છે.
-દુર્ગાશંકર કે. શાસ્ત્રી'વૈષ્ણવ ધર્મનો સંક્ષિપ્ત ઈતિહાસ', ફાર્બસ, ઈ.સ. ૧૯૩૯
પ્રાંતનાં શ્રેષ્ઠ બુદ્ધિશાળી માણસો માને છે કે શ્રી સ્વામિનારાયણનાં ઉપદેશે લોકોની નૈતિકતાને સુધારવામાં અતિ મહત્ત્વની અસર પાડી છે.
– એશિયાટીક જર્નલલંડન, ઈ.સ. 1823
સહજાનંદ સ્વામીનાં ઉપદેશથી ઘણા ક્રૂર અને હિંસાવાદી લોકો કોમળ અને શાંત થયા છે તથા પ્રભુ તરફ વળ્યા છે.
-આનંદશંકર બાપુશંકર ધ્રુવપ્રસિદ્ધ ચિંતક 'હિન્દુ વેદ ધર્મ'
સ્વામિનારાયણ સંપ્રદાયનાં સંતો જેવા કે બ્રહ્માનંદ સ્વામી, દેવાનંદ સ્વામી વગેરે અને મુસ્લિમો, અત્યંજ હિન્દુઓમાં આધ્યાત્મિક જીવન માટે ખૂબ ઊંડો રસ ઉત્પન્ન કર્યો હતો.
– શ્રી ક્ષિતિમોહન સેનઆચાર્ય રવીન્દ્રનાથ ટાગોર શાંતિનિકેતન સંસ્થાન
બ્રિટનના રાજા પ્રિન્સ ચાર્લ્સ તૃતીય ભગવાન શ્રી સ્વામિનારાયણના સંતો સાથે મુલાકાત કરી સંપ્રદાય દ્વારા થતી વિશ્વની આધ્યાત્મિક સામાજિક કાર્યોની સરાહના કરેલ…
– પ્રિન્સ ચાર્લ્સ તૃતીય, બ્રિટન
શ્રી સ્વામિનારાયણ પરંપરાની દરેક વ્યવસ્થામાં દિવ્યતા અને ભવ્યતા અનિવાર્યપણે હોય જ. વ્યવસ્થા હોય સુઘડતા હોય અને સમાજ જીવનને પણ ઘણું બધું શીખવું પડે એવું એક આખું વર્ક કલ્ચર ઉભું કર્યું છે અને એ ગુજરાતની મોટી મૂડી છે.
– માનનીય શ્રી નરેન્દ મોદી (પ્રધાનમંત્રીશ્રી, ભારત)
જ્યારે જ્યારે હું સ્વામિનારાયણ સંપ્રદાયની કાર્યશૈલીને, સેવા કરનાર સંતોને અને આચાર્યશ્રીને જોઉં છું ત્યારે ત્યારે મને લાગે છે કે તેઓ પોતાના જીવનથી સંદેશ આપે છે સ્વજીવનને ધન્ય કરો ને સાથે સાથે સમગ્ર સૃષ્ટિનું કલ્યાણ કરો એવો સંદેશ મને સંભળાઈ રહ્યો છે
– માનનીય મોહન ભાગવત (સરસંઘચાલક)
ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામજીએ ભગવાન શ્રી સ્વામિનારાયણના સંતો સાથે મુલાકાત કરી સંપ્રદાય દ્વારા થતી ઉત્તમ એજ્યુકેશન એવં સામાજિક પ્રવૃતિઓની પ્રશંસા કરી.
– ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ. પી. જે. અબ્દુલ
સ્વામિનારાયણ સંપ્રદાયે બાળકોને ભણાવવાની વ્યવસ્થા કરી ને સમાજમાં જે પરિવર્તન આવ્યું છે એ બીજી કોઈ જગ્યાએ જોયું નથી.
– પરમ પૂજ્ય પદ્મ ભૂષણ મહર્ષિ શ્રી સચ્ચિદાનંદજી પરમહંસ દંતાલીવાળા
પોતાના દિવ્ય પ્રકાશથી અનેકનાં હ્રદયોને પ્રકાશિત કરવાવાળા, અનેકના ચિત્તને આકર્ષિત કરી સ્વવશ બનાવનાર, પછાત જાતિઓની દુવૃત્તિઓને હરી લેનાર. લુપ્ત થયેલા બ્રહ્મચર્યાશ્રમને પુન: સ્થાપિત કરનાર. નિરંકુશ અને સ્વચ્છંદી બનેલા ત્યાગાશ્રમને ઉજ્જવળ બનાવનાર, પતિત અહિન્દુ ઓને હિન્દુ ધર્મમાં શામિલ કરનાર, શૂદ્રોને આચારશુદ્ધિ શીખવાડનાર, સાહિત્ય-સંગીત અને કલાના પોષક, અહિંસક યજ્ઞના પ્રવર્તક, ક્ષમાધર્મના ઉપદેશક, શૌર્ય તથા સદાચારના સંસ્થાપક. શુદ્ધ ભક્તિમાર્ગ અને શુદ્ધ જ્ઞાન માર્ગના ચાલક, ભાગવત ધર્મના પોષક તથા વ્યાસજીના સિદ્ધાંતોના પ્રબોધક ભગવાન સ્વામિનારાયણ હતા.
– કિશોરલાલ ઘ. મશરૂવાલા (પ્રખર ગાંધીવાદી ચિંતક)retrieved verbatim from the rendered page (two independent anchored fetches, wording identical) | one caveat: on late-page blocks the fetcher intermittently returns થ where the text has ધ (it corrupted the already-verified ગાંધીજી block's 'ધર્મ' into 'થર્મ' in the same run), so 'હિન્દુ ધર્મમાં' and 'પ્રબોધક' are recorded with ધ - the second fetch returned 'પ્રબોધક' correctly, confirming the artifact
ભગવાન શ્રી સહજાનંદ સ્વામી પ્રાચીન હિન્દુ ધર્મના અંતિમ સુધારક હતા.
– જસ્ટિસ રાનડે
ભગવાન શ્રી સ્વામિનારાયણે આચારશુદ્ધિનો માત્ર ઉપદેશ જ નથી આપ્યો; પરંતુ તેને સાધ્ય પણ કરી બતાવ્યો છે.
– કવિ ન્હાનાલાલlate-page block by this author, sits between the જસ્ટિસ રાનડે and રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી blocks | retrieved verbatim from the rendered page (two independent anchored fetches, wording identical) | UNCERTAIN LETTER: both fetches returned 'સાથ્ય'; the same runs demonstrably substituted થ for ધ elsewhere on this part of the page, so 'સાધ્ય' is recorded as the reading - worth a human check against the live page
ભારતમાં અનેક ધર્મ-સંપ્રદાયો છે; પરંતુ સ્વામિનારાયણ ધર્મ પ્રશંસનીય, પવિત્ર, શુદ્ધ અને આકર્ષક છે. મને આ ધર્મ પ્રત્યે અત્યંત આદરભાવ છે.
– રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી
જો દેશવાસીઓ ભગવાન સ્વામિનારાયણ લિખિત સર્વશાસ્ત્રના સારરૂપ 'શિક્ષાપત્રી'ની આજ્ઞાઓનું પાલન કરે તો દેશમાં ફોજદારી કાયદાઓ, પોલીસ અને અદાલતોની ખૂબજ ઓછી જરૂરિયાત બની રહે.
– સરદાર વલ્લભભાઈ પટેલCORRECTED: the two previously garbled words are resolved - 'ખુબજ' -> 'ખૂબજ' and the sentence ends 'બની રહે.' (was 'બની જે.'); confirmed by two independent anchored fetches of the rendered page