પેલા માણશને પકડીને લાવ્યા , અને પૂછ્યું તે કુતરાને શુ કીધુ તુ કાનમા કેતો ખરા . પેલો કહે છે કે મે એવુ કઈ ન્હોતું કીધુ, ખાલી એટલુ જ કીધુ તુ કે ભલા માણસ તુ પણ માણસ જેવો થઈ ગયો ……સમજાણું કે ભલા માણસ તુ પણ માણસ જેવો થઈ ગયો.
પેલા કુતરાની આખો ફાટી ગઈ એની સામુ જોઈને કહે છે એ આવડી મોટી ગાળ દીધી તે મને, તે હજી એમ કીધુ હોત કે તુ ગધેડા જોવો થયો તોઈ હું સહન કરી લેત, પણ આવડી મોટી ગાળ….. આવડી મોટી…. મારી પેઢીઓમા કોઈને આવી ગાળ નથી દીધી .
એનાથી સહન ના થયું અને કૂતરાએ આત્મહત્યા કરી લીધી લ્યો….
આપડે મોટા ભાઈ થઇ ને ફર્યા કરીએ છીએ અમે કાંઈક છીએ. પ્રાણીઓને તો ક્યારેક પૂછો.
બહુ સારુ છે… બહુ સારુ છે… બહુ સારુ આપણે વધારે સુખી એટલે છીએ કે આપણે પ્રાણીઓની ભાષા નથી સમજતા. જો સમજવા માંડીએને તો તરત રેસનકાર્ડ માથી નામ કાઢીને આપણે જતા રહીએ એમ છીએ.
[વધુ વાંચો]
આ વાત જયારે મેં વાચીને ત્યારે મને એમ થયું કે આ હા હા …. આપણે આટલી હદે નીચે જતા રહેલા છીએ . આપણે માત્ર ને માત્ર મતલબ માટે જ જીવવાનું ?
ભગવાને ૮૪ લાખ યોનીની અંદર એક પણ પ્રાણીઓને – પક્ષીને આપ્યું નથી એટલુ આપણને આપ્યું છે. આપણી ઉપર ભગવાને બહુ જ કૃપા કરી છે.
હું દરરોજ કહું તમારે સુખી થવું છે ? તો આપણા હાથમા છે. આપણે કેટલુક જોઈએ ? કેવુંક જોઈએ? સુખતો આપણી પાસે છે. મસ્તીથી રહેતા શીખીએ, સમર્પણથી ભક્તિ કરતા શીખીએ.
જે બહાર અલગ અને અંદર પણ અલગ હોય એટલે ક્યારેય સુખ જ ન આવે . …સમજાય છેને ? ક્યારેય સુખ નહિ આવે. જેવા છો એવા જ દેખાવ અને થોડાક ઉદાર થાવ ઉદાર . ભેગુ કરવામાં મજા નથી મારા બાપ દુનીયાનું ભલું કરવામા મજા છે….
મને એક ભાઈએ એટલી મસ્ત વાત કરી. મને કે સ્વામી .. બીજાને ભગવાન રૂપિયા સાચવા માટે આપે છે, મને વાપરવા માટે આપ્યા છે. આપણને ધંધામાં માર્ચ એન્ડિંગ ચાલે ત્યારે બધા આંકડા મેળવવાની મહેનત કરે ત્યારે ઉપરથી લેવા આવશે એ કેશે કે અમારે પણ માર્ચ ending ચાલે છે ચાલો ઉપર ત્યારે ત્યાં આપણું કઈ ચાલશે નહિ ….
ચિઠ્ઠી ફાટશે ઉપરવાળાની, વેળા થાશે તારે જાવાની;
સગુ કુટુંબ ભેગુ મળી, તને ચમચી પાણી પાવાની;
લોટ પાણીનો લાડવો મુકશે, જરૂર હશે નહીં તને ખાવાની;
પાચ પચ્ચીસ ભેગા મળીને, કરશે ઉતાવળ કાઢી જાવાની;
લાકડા ભેગો બાળી દેશે, હશે ઉતાવળ નાવાની;
ચાર દિવસની અંદર તારી મોકાણ કરી ને, રાખ તારી બધી ઉડી જવાની;
સ્વાર્થની છે આ બધી દુનિયા ભાઈ, તને ઘડીકમા ભૂલી જાવાની……
હું દરરોજ કહું છુ હમણાં જેવા તમે ગુજરી જાશો, આપણે જેવા ગુજરી જાશું , એટલે તમારા છોકરા સૌથી પેહલા 7/12 માથી નામ કાઢી નાખવાના છે.
પણ આ સ્વામિનારાયણનો સાધુ તમને ગેરેન્ટી આપે છે . ઈશ્વરના ચોપડે જમા કર્યું હશે ને તો કાળ પણ તમારું નામ નહીં કઢાવી શકે યાર માટે સંસાર માટે બહુ કરો છો એ સાથે ભગવાનનું પણ કરો સાથે એ જ આવશે ….